???????? કેનેડાની કઠોર હકીકત: ખર્ચ આકાશે, આવક જમીન પર — ભારતીયો માટે ગુજરાન ચલાવવું દિવસેને દિવસે મુશ્કેલ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

એક સમય હતો જ્યારે કેનેડા ભારતીયો માટે સુખ-સંપન્ન ભવિષ્યનો માર્ગ ગણાતો. પરંતુ હવે પરિસ્થિતિ ઝડપથી બદલાઈ છે. વધતા ફુગાવા, ગગડતા લઘુતમ વેતન અને વધતા રહેતા જીવન-ખર્ચ વચ્ચેનું સંતુલન તૂટતાં, ખાસ કરીને ભારતીય ઇમિગ્રન્ટ્સ માટે કેનેડામાં જીવન નિર્વાહ કરવું મોટો પડકાર બની ગયો છે.

ઓન્ટારિયો લિવિંગ વેજ નેટવર્કના 2025ના અહેવાલ મુજબ:

  • GTA (Greater Toronto Area)નું ‘જીવનનિર્વાહ વેતન’: $27.20 પ્રતિ કલાક

  • લઘુતમ કાયદેસર વેતન: $17.60 પ્રતિ કલાક

આ બે વચ્ચેનો $10 પ્રતિ કલાકનો તફાવત દર્શાવે છે કે લઘુતમ વેતન પર જીવવું હવે લગભગ અશક્ય છે.

???? કર બાદની સરેરાશ માસિક આવક: $2,650
???? GTAનો વાસ્તવિક માસિક ખર્ચ: $2,770 થી $3,430

એનો અર્થ એ છે કે કામ કરો ત્યારે પણ પૈસા બચતા નથી, ઉલટું ખર્ચ આવક કરતાં વધુ!

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें