બોલીવુડ અભિનેતા આમિર ખાને સ્પષ્ટ કર્યું છે કે તેમના અને દક્ષિણના ખ્યાતનામ દિગ્દર્શક લોકેશ કાનાગરાજ વચ્ચે નવા પ્રોજેક્ટ અંગેની ચર્ચાઓ હજી પણ ચાલુ છે. મીડિયામાં ચાલી રહેલી અફવાઓ મુજબ મોટા બજેટની એક્શન ફિલ્મ રદ્દ થઈ ગઈ હોવાની ચર્ચા હતી, પરંતુ આમિરે આ વાતોને નકારી છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ પ્રોજેક્ટ લોકેશ કાનાગરાજની બોલીવુડ ડેબ્યૂ ફિલ્મ બનવાનો હતો, પરંતુ “કુલી” ફિલ્મમાં આમિરના કેમિયો પ્રત્યે મળેલા થાળા પ્રતિસાદ બાદ પ્રોજેક્ટ અટક્યો હોવાની અટકળો હતી. હજુ સુધી આ ફિલ્મ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
