અમદાવાદના જમાલપુર વિસ્તારમાં શુક્રવારે નવા ઘરમાં પ્રવેશ પ્રસંગ નિમિત્તે ધાર્મિક વિધિ પછી ભોજન સમારંભ યોજાયો હતો, જેમાં ગાજરનો હલવો પીરસવામાં આવ્યો હતો. ભોજન પછી 34 લોકોને પેટમાં દુખાવો, ઉલટી અને ગભરામણ જેવી તકલીફો થઈ, જેમાં 15 લોકોને પાંચપીપળી ખાતેની હોસ્પિટલમાં અને 11 લોકોને ચેપીરોગની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી. બાકી કેટલાક દર્દીઓએ ઘરે જ આરોગ્ય સંભાળ લીધી.
કોર્પોરેશનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડૉ. ચિરાગ શાહે જણાવ્યું કે હાલ એક દર્દી સારવાર હેઠળ છે. હેલ્થ વિભાગે ગાજરનો હલવો, નોનવેજ અને ખારી પુરીના સેમ્પલ તપાસ માટે સંગ્રહ કર્યા છે.
