ઇન્ડિગો સંકટ વચ્ચે PM મોદીની કડક સૂચના: ‘જનતાને પરેશાન કરે તેવા કોઈ નિયમ-કાયદા ન હોવા જોઈએ’

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

દિલ્હીમાં યોજાયેલી NDA સાંસદોની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સ્પષ્ટ સંદેશ આપ્યો કે સરકારના નિયમો અને કાયદા સિસ્ટમ સુધારવા માટે છે, જનતાને તકલીફ આપવા માટે નહીં. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂ મુજબ, પીએમ મોદીએ સાંસદોને સૂચના આપી કે એક પણ એવો નિયમ ન હોવો જોઈએ જેનાથી સામાન્ય નાગરિકને મુશ્કેલી પડે.

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દેશ ઇન્ડિગો એરલાઇનના ગંભીર સંકટનો સામનો કરી રહ્યો છે. સતત ટેકનિકલ ખામી અને રોસ્ટરિંગ નિયમોને કારણે ઇન્ડિગો દરરોજ સેકડો ફ્લાઇટ્સ રદ કરી રહી છે, જેના કારણે લાખો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. આજે પણ દિલ્હી, અમદાવાદ, બેંગલુરુ અને હૈદરાબાદ સહિત અનેક શહેરોમાં મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ થઈ.

કેન્દ્ર સરકારે સંકેત આપ્યો છે કે ઇન્ડિગોના વિન્ટર શેડ્યૂલમાં તેના સ્લોટ્સ ઘટાડવામાં આવી શકે છે અને કેટલીક ફ્લાઇટ્સ અન્ય એરલાઇનને સોંપાઈ શકે છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें