ONGC સાથે ₹67 લાખની છેતરપિંડી: 14 વર્ષ જૂના કેસમાં ત્રણ આરોપીઓને 3 વર્ષની કેદ, પ્રતિ વ્યક્તિ ₹30 હજાર દંડ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમદાવાદ ગ્રામ્ય CBI કોર્ટે 2011માં ONGC સાથે કરાયેલી ₹67 લાખથી વધુની છેતરપિંડી કેસમાં ત્રણ આરોપીઓને દોષિત ઠેરવી ત્રણ વર્ષની સાદી કેદ તેમજ પ્રતિ વ્યક્તિ ₹30 હજારનો દંડ ફટકાર્યો છે. આરોપીઓએ માલ સપ્લાય કર્યા વગર ખોટા ડિસ્પેચ દસ્તાવેજો દ્વારા રકમ ઉપાડી હતી. CBIની તપાસમાં ભાંડાફોડ થયા બાદ ચાર્જશીટ 2011માં જ દાખલ થઈ હતી. એક આરોપી હજુ ફરાર છે.

ONGC સાથે રૂપિયા 67 લાખથી વધુની છેતરપિંડીના 14 વર્ષ જૂના કેસનો અંત આવ્યો છે. અમદાવાદ ગ્રામ્ય CBI કોર્ટે ત્રણ આરોપીઓને દોષિત જાહેર કરતાં ત્રણ વર્ષની સાદી કેદ અને દંડની સજા ફટકારી છે. વર્ષ 2011માં આરોપીઓએ માલસામાન સમયસર ન પહોંચાડ્યા છતાં ખોટા ડિલિવરી દસ્તાવેજો બનાવીને ONGC પાસેથી ગેરકાયદે રૂ. 67,58,938 મેળવ્યા હતા. CBIની વિગતવાર તપાસ બાદ સત્ય બહાર આવ્યું હતું, જ્યારે એક આરોપી આજે પણ નાસતો ફરતો છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें