છોટાઉદેપુરના રતનપુરમાં ગેરકાયદેસર રેતી ખનન સામે ‘જનતા રેડ’: 2 હિટાચી અને 4 ટ્રકો ઝડપાયા, તંત્ર પર ગંભીર આરોપ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

છોટાઉદેપુર: પાવીજેતપુર તાલુકાના રતનપુર ગામમાં ઓરસંગ નદીના પટમાં બેરોકટોક ચાલતા ગેરકાયદેસર રેતી ખનન સામે સ્થાનિક લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. તંત્રની નિષ્ક્રિયતા સામે આક્રોશિત બનેલા યુવાનો અને ગ્રામજનોએ ‘જનતા રેડ’ કરી સ્થળ પરથી 2 હિટાચી મશીન અને ઓવરલોડ રેતી ભરેલી 4 ટ્રકો ઝડપી પાડી હતી. બાદમાં સમગ્ર મુદ્દામાલ ખાણખનીજ વિભાગને સોંપવામાં આવ્યો હતો.

સ્થાનિકોએ ખાણખનીજ વિભાગના અધિકારીઓ પર રેતી માફિયાઓ સાથે મિલીભગતનો આરોપ લગાવ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, સામાન્ય લોકોને હેરાન કરવામાં આવે છે જ્યારે રેતી માફિયાઓને ખુલ્લી છૂટ આપવામાં આવી છે. આ ગોરખધંધો સ્થાનિક નેતાની ઓથ અને અધિકારીઓની બેવડી નીતિથી ચાલતો હોવાનો પર્દાફાશ થતાં રતનપુર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें