વરણામા બ્રિજ અકસ્માત: ટ્રકનો કેબિન છૂટો, ડ્રાઇવર રેસ્ક્યુ, ફેવિકોલની રેલમછેલ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વડોદરા નજીક કરજણ હાઇવે પર વરણામા ગામના બસ સ્ટેન્ડ નજીક આજે વહેલી સવારે ટ્રક બ્રિજની પેરાપીટ સાથે અથડાતા તેનું કેબિન છૂટું પડી ગયું. ટ્રકમાં મહારાષ્ટ્રમાંથી ફેવિકોલ ભરેલા ડબ્બા હતા, જે ફાટતા રસ્તા પર ફેવિકોલની રેલમછેલ ફેલાઈ, જેના કારણે ટ્રાફિકજામ સર્જાયું. કેબિનમાં ફસાયેલા ડ્રાઇવર મોહમ્મદ શેખને ફાયર બ્રિગેડની મદદથી સલામત બહાર કાઢવામાં આવ્યા. અકસ્માતમાં કોઈ ગંભીર નુકસાન ન થતા સારા નસીબે મોટી જાનહાનિ ટળી.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें