યુએસએના નવા ઈમિગ્રેશન નિયમો અનુસાર ભારતીય નાગરિકોને 2028 સુધી ડાયવર્સિટી વિઝા લોટરી (DV Lottery)માંથી બાકાત રાખવામાં આવ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્રના નિર્ણય હેઠળ, છેલ્લા પાંચ વર્ષમાં 50,000થી વધુ ઇમિગ્રન્ટ્સ મોકલનારા દેશો લોટરી માટે અયોગ્ય ગણાશે. વર્ષ 2021થી 2023 વચ્ચે 3 લાખથી વધુ ભારતીયો યુએસમાં ઈમિગ્રેટ થતાં ભારતને બાકાત country’s લિસ્ટમાં મૂકાયું છે. આ યાદીમાં ચીન, દક્ષિણ કોરિયા, કેનેડા અને પાકિસ્તાન પણ સામેલ છે.
