અમદાવાદ એટીએસે બે દિવસ પહેલા ઝડપી લીધેલા ત્રણ આતંકીઓની પૂછપરછ દરમિયાન ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. તેમને નરોડા ફ્રુટ માર્કેટ અને લખનઉ RSS મુખ્ય કાર્યાલયની રેકી કરવાનું તયાર કરેલું હતું.
હૈદરાબાદના અહેમદ સૈયદ દ્વારા લાલ દરવાજા હોટલમાં રોકાઈને રાઇઝીન નામનું અત્યંત ઝેરી કેમીકલ બનાવવાનું આયોજન કરાયું હતું, જે હવા કે ખોરાકમાં ભેળવી દેવામાં આવે તો મિનિટોમાં અનેક લોકોના જીવને જોખમ ઉભું કરી શકે છે. એટીએસે અહેમદ પાસેથી હથિયાર અને ચાર લિટર કેસ્ટર ઓઇલ પણ જપ્ત કર્યા છે.
હાલ સીસીટીવી ફૂટેજ એકત્રિત કરીને નરોડા ફ્રુટ માર્કેટ અને લાલ દરવાજા હોટલ સાથે સંકળાયેલા તમામ પુરાવાઓ એકઠા કરવામાં આવી રહ્યા છે.
