નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 19 ડિસેમ્બર 2025ના રોજ યોજાનારી ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેની ડે-નાઈટ T20 મેચને ધ્યાનમાં રાખીને GMRC દ્વારા અમદાવાદ મેટ્રો ટ્રેન સેવાઓ મધ્યરાત્રિના 12:30 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેચ બાદ દર્શકોને સરળતાથી પરત ફરી શકે તે માટે મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી સ્ટેશન પરથી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ સ્પેશિયલ પેપર ટિકિટ, વધારાની ટ્રેનો અને ગાંધીનગર રૂટ માટે ખાસ સેવાઓ શરૂ કરાઈ છે, જેથી મુસાફરોને કોઈ અગવડ ન પડે.
અમદાવાદમાં IND vs SA ની છેલ્લી T20 મેચને લઈ મેટ્રો સેવા મધ્યરાત સુધી લંબાઈ, ટાઈમ ટેબલમાં ફેરફાર
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
