👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જામનગર શહેરના વિવિધ વિકાસકાર્યો માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જામનગર મહાનગરપાલિકાને રૂ.85 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે ગ્રાન્ટનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મેયર, કમિશનર સહિતના મહાનગરપાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યની આઠ મહાનગરપાલિકાઓને કુલ રૂ.2,800 કરોડની ગ્રાન્ટ ફાળવવાના ભાગરૂપે જામનગરને આ રકમ મંજૂર કરવામાં આવી છે, જેનો ઉપયોગ શહેરના વિકાસકામોને ગતિ આપવા માટે કરવામાં આવશે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें