વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી જિલ્લા કલેક્ટર કચેરીને અજાણ્યા ઈ-મેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ. સાવચેતીના ભાગરૂપે કચેરી તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવી અને કર્મચારીઓને રજા આપવામાં આવી. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, જ્યારે ઈ-મેલ મોકલનારની શોધખોળ માટે સાયબર ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.
અમદાવાદમાં SG હાઈવે પર સોલા બ્રિજ પર એક આઈસર ટ્રકનું ટાયર અચાનક ફાટતાં ટ્રક રોડની વચ્ચોવચ પલટી ગઈ હતી. આ ઘટનાના કારણે સોલા બ્રિજથી ગોતા અને થલતેજ સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનચાલકોને કલાકો સુધી મુશ્કેલી ભોગવવી પડી હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
