ભ્રષ્ટાચારનો ચોંકાવનારો કેસ: કડીમાં આખો તરસનિયા પરો બિલ્ડરના નામે દસ્તાવેજ થતાં તંત્રમાં દોડધામ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

કડી તાલુકાના વડાવી ગામમાં 45 વર્ષથી વસેલા તરસનિયા પરાના સમગ્ર વિસ્તારનો વેચાણ દસ્તાવેજ અમદાવાદના એક બિલ્ડરના નામે થઈ જતા ભારે વિવાદ ઉભો થયો છે. સર્વે નંબર 333 પર આવેલી પ્રાથમિક શાળા, આંગણવાડી, મંદિર અને વસવાટ વિસ્તાર હોવા છતાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ થવાની ઘટના સામે આવતા મામલતદાર સહિતના રેવન્યુ અધિકારીઓ હરકતમાં આવ્યા છે. દસ્તાવેજ સામે વાંધા અરજી નોંધાવી તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें