ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં એક વૃદ્ધે શાંતિથી રસ્તે જઈ રહેલા આખલાને કારણ વગર પથ્થર માર્યો, જે બદલામાં આખલાએ તેમને હવામાં ઉછાળી જમીન પર પટક્યું. ઘટના CCTVમાં કેદ થઇ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ હુમલામાં વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચી છે અને તેમને તાત્કાલિક જિલ્લાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

