અમેરિકા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એ દાવા પર કે ભારતે રશિયાથી ક્રૂડ ઓઈલ ખરીદવું બંધ કરી દીધું છે, ભારત સરકારે ખુલ્લેઆમ જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારતની પ્રાથમિકતા તેના દેશવાસીઓનું હિત છે અને તેનાથી કોઈપણ નીતિ કે નિર્ણયને પ્રભાવિત થવા દેતા નથી.
પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ક્રૂડની ખરીદી માર્કેટની સ્થિતિના આધારે થાય છે અને ભારત અમેરિકા સહિત અનેક દેશો પાસેથી તે કરે છે. અગાઉના દાવાઓ જેવી જ રીતે, ટ્રમ્પનો હાલનો દાવો પણ તથ્યવિહીન છે.
કેન્દ્રે સ્પષ્ટ કર્યું કે ભારતની નીતિઓ અન્ય દેશોના રાજકીય દાવાઓથી નહીં, પણ દેશના અર્થતંત્ર અને જનહિતને ધ્યાને લઈને ઘડીવામાં આવે છે.
