કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલે જણાવ્યું કે ભારત હવે વેપાર સમજૂતીઓમાં પુર્વની જેમ નબળી સ્થિતિમાં નહીં, પરંતુ આત્મવિશ્વાસ સાથે પ્રવેશી રહ્યું છે. નવી વ્યૂહાત્મક FTA (મુક્ત વેપાર સમજૂતિઓ) દ્વારા ભારત સ્પર્ધક ન હોય તેવા દેશો સાથે વેપાર વધી શકે એવી બાજુએ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
તેમણે જણાવ્યું કે સર્વિસ સેક્ટર ભારતની મુખ્ય તાકાત છે અને સ્ટાર્ટઅપ્સ તથા સપ્લાય ચેઇન રિઝિલિયન્સ સરકારનો મુખ્ય ધ્યાનક્ષેત્ર છે. ગોયલે એ પણ ઉમેર્યું કે નવા FTA સમજૂતીઓથી ભારતીય નિકાસકર્તાઓ માટે નવી તકઓ સર્જાઈ છે અને ઉદ્યોગોમાં સહકાર અને ટેકનોલોજી ટ્રાન્સફરનો માર્ગ ખુલ્લો થયો છે.
તેમણે સ્વચ્છ ઊર્જા, લોકલ મેન્યુફેક્ચરિંગ, સ્ટાર્ટઅપ્સ અને MSME ક્ષેત્રમાં પણ ભારતની ઔદ્યોગિક નીતિઓના ફાયદા અને “આત્મનિર્ભર ભારત”ના લક્ષ્યોની વાત કરી.
વણજાળેલા સપ્લાય ચેઇનને મજબૂત બનાવવી અને દેશી ઉત્પાદન ક્ષમતાને વધારવી ભારતના લાંબા ગાળાના આર્થિક લક્ષ્યો માટે અત્યંત આવશ્યક છે – એવું મંત્રીશ્રીએ જણાવ્યું.
