આર્કટિક સર્કલ એસેમ્બલી 2025 દરમિયાન આઇસલેન્ડના રેકજાવિકમાં આયોજિત સત્રમાં ભારતના આયુષ મંત્રાલયના પ્રતિનિધિઓએ ભાગ લીધો. CCRASના ડાયરેક્ટર જનરલ પ્રો. રવિનારાયણ આચાર્યએ પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓની વૈશ્વિક આરોગ્ય સમસ્યાઓમાં વધતી ભૂમિકા અને આર્કટિક જેવા કઠિન વાતાવરણમાં આયુષ હસ્તક્ષેપોની અસરકારકતા અંગે વિશ્લેષણ કર્યું. તેમણે આયુષ આધારિત સંશોધન, સાબિતી અને સંયુક્ત ક્લિનિકલ ટ્રાયલ્સને પ્રોત્સાહન આપવાની ભારતીય દ્રષ્ટિ રજૂ કરી. આ દ્રારા ભારતે આરોગ્ય કૂટનિતિ અને વૈજ્ઞાનિક સહકારના માધ્યમથી વૈશ્વિક કલ્યાણમાં મહત્વપૂર્ણ યોગદાન આપવાનો સંદેશો આપ્યો.
