બાડમેર જિલ્લાના ગુડામાલાણી નજીક ગુરુવારે વહેલી સવારે ટ્રેલર અને સ્કોર્પિયો વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. ટક્કર બાદ કારમાં આગ લાગતા ચાર યુવકો જીવતા સળગી ગયા હતા, જ્યારે એક યુવકને ગંભીર ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તને સારવાર માટે જોધપુર ખસેડાયો છે.
આ દુર્ઘટનામાં મૃતદેહો એટલા બળી ગયા કે તેમના ઓળખ માટે DNA ટેસ્ટની જરૂર પડી છે. ઘટના બાદ જિલ્લા કલેક્ટર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ટ્રેલર ચાલકે શૂરવીરતા દાખવી એક યુવકને બચાવ્યો હતો.
