દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવાર દરમિયાન તત્કાલ રેલવે ટિકિટ બુક કરવા માટે IRCTCની વેબસાઇટ અને મોબાઇલ એપ 17 ઓક્ટોબર 2025 ના રોજ સવારે 10થી 11 વાગ્યા વચ્ચે અચાનક ઠપ થઈ ગઈ. આ કારણે લાખો મુસાફરો ટિકિટ બુક કરવામાં અસમર્થ રહ્યા અને ખૂબ જ પરેશાન થયા. IRCTCની વેબસાઇટ પર ટિકિટ બુકિંગ અને કેન્સિલેશન સુવિધા એક કલાક માટે બંધ રાખવાનો નોટિફિકેશન આપવામાં આવ્યો છે. મુસાફરોને રાહત આપવા માટે કેન્સિલેશન માટે ખાસ નંબર અને ઈમેલ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ તહેવારના અવસરે મોટી માંગમાં આવતી ટિકિટ બુકિંગ માટે આ સ્થિતિએ મુસાફરોને ભારે અડચણો ઉભી કરી છે.
