પ્રધાનમંત્રી ગતિશક્તિ હેઠળ નેટવર્ક પ્લાનિંગ જૂથની 100મી બેઠકમાં મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન કરાયું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

પ્રધાનમંત્રી ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન હેઠળ નેટવર્ક પ્લાનિંગ ગ્રુપ (NPG)ની 100મી બેઠક 17 ઓક્ટોબર, 2025ના રોજ યોજાઈ હતી. બેઠકમાં કુલ 5 પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન કરાયું જેમાં 2 રેલવે, 2 માર્ગ અને 1 મેટ્રો રેલ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ તમામ પ્રોજેક્ટ્સને મલ્ટીમોડલ કનેક્ટિવિટી, ઈકોનોમિક નોડ્સ સાથે લાસ્ટ માઇલ કનેક્શન અને સામાજિક લાભના દૃષ્ટિકોણથી વિભાવવામાં આવ્યા છે.

મુખ્‍ય પ્રોજેક્ટ્સમાં હોસપેટ-બલ્લારી (કર્ણાટક) રેલ લાઇનનો ચૌગણો વિકાસ, ગોંડિયા-જબલપુર રેલલાઇનનું ડબલિંગ, રાજસ્થાનમાં મહવા-મંડાવર હાઈવેનો વિસ્તરણ, બિહારના અનિસાબાદ-દીદારગંજ વચ્ચેનું 6-લેન એલીવેટેડ કોરિડોર અને જયપુર મેટ્રો ફેઝ-2નો સમાવેશ થાય છે.

આ પ્રોજેક્ટ્સથી લોજિસ્ટિક કાર્યક્ષમતા વધશે, મુસાફરી સમય ઘટશે અને પ્રોજેક્ટ વિસ્તારના લોકોને આર્થિક તથા સામાજિક લાભ મળશે.

Sajag Kutch
Author: Sajag Kutch

Leave a Comment

और पढ़ें