પોસ્ટ વિભાગ (DoP) અને પૂર્વ સેના કર્મચારીઓ વિભાગ (DESW)ના સહયોગથી પૂર્વ સેના કર્મચારીઓ યોગદાન આરોગ્ય યોજના (ECHS)ના લાભાર્થીઓ માટે દવાઓની પીકઅપ, બુકિંગ અને ઘરઆંગણે ડિલિવરી માટે ખાસ સેવા શરૂ કરવામાં આવી છે.
આ યોજના હેઠળ ECHS પોલીક્લિનિકમાં ઉપલબ્ધ ન હોય તેવી દવાઓ વિલેજ લેવલ એન્ટરપ્રેન્યોર (VLEs) દ્વારા પેક કરીને ઇન્ડિયા પોસ્ટ દ્વારા દેશભરમાં વિતરિત કરવામાં આવશે.
આ સેવાનું પાયલોટ પ્રોજેક્ટ 31 જુલાઈ 2025ના રોજ દિલ્હીથી શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ NCR, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં વિસ્તૃત કરવામાં આવ્યું. અત્યાર સુધી 1700થી વધુ દવાઓના પેકેટ સફળતાપૂર્વક પહોંચાડવામાં આવ્યા છે.
હવે 17 ઓક્ટોબર 2025થી સમગ્ર દેશમાં 458 ECHS સ્થળોએ આ સેવા ઉપલબ્ધ રહેશે. આ પહેલ ઈન્ડિયા પોસ્ટના વિશાળ નેટવર્કનો કલ્યાણકારી ઉપયોગ કરીને નાગરિક કલ્યાણ માટેના પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
