સરહદી વિસ્તારોમાં ધાર્મિક દબાણ ચાલુ રહેશે તો બુલડોઝર ફરશે: નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીની ચેતવણી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

કચ્છના સરહદી વિસ્તારોની મુલાકાતે આવેલા નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સરકારી જમીન પર ધાર્મિક કે અન્ય પ્રકારના દબાણો ચાલુ રહેશે, તો બુલડોઝર ફરશે. લખપત તાલુકાના કપુરાશી ગામમાં યોજાયેલી ‘ખાટલા બેઠક’ દરમિયાન તેમણે સરહદ પારથી થતી ઘૂસણખોરી, ડ્રગ્સ અને અસામાજિક પ્રવૃત્તિઓ અંગે ગ્રામજનોને સજાગ રહેવા અપીલ કરી હતી.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે સરહદી ગામો રાષ્ટ્રના ‘સંતરી’ છે અને તેમનો સહકાર રાષ્ટ્રીય સુરક્ષા માટે અત્યંત મહત્વનો છે. ગ્રામજનોના સાવચેત વલણથી રાજ્યને અનેક વખત મોટી સફળતા મળી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें