સુરતમાં ૧૦૦ કરોડની જમીન ૧૫ કરોડમાં અપાવવાનો ભુલાવો! વેપારી સાથે ૧૨ કરોડની છેતરપિંડી, નકલી સરકારી દસ્તાવેજો બનાવી ઠગાઈનો પર્દાફાશ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સુરતમાં સરકારી જમીનની ફાળવણીના નામે એક વેપારીને ૧૨ કરોડ રૂપિયાની ઠગાઈનો ભોગ બનવાનો મામલો સામે આવ્યો છે. ઠગ ટોળકીએ વેપારીને ૧૦૦ કરોડની કિંમતની જમીન માત્ર ૧૫ કરોડમાં અપાવવાની લાલચ આપીને નકલી સરકારી દસ્તાવેજો અને બોગસ લેટરપેડ દ્વારા વિશ્વાસ જીત્યો હતો.
આર્થિક ગુના નિવારણ શાખાએ છ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને ત્રણને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય ત્રણ આરોપીઓ ફરાર છે. પોલીસ તપાસ કરી રહી છે કે છેતરપિંડીના રૂપિયા ક્યાં વપરાયા અને આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથાંની સંડોવણી છે કે નહીં.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें