રાજ્યમાં PMJAY-મા યોજનામાં ગેરરીતિ કરનાર 4 હોસ્પિટલ સામે કડક કાર્યવાહી — 2 સસ્પેન્ડ, 2ને નોટિસ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રાજ્યમાં સરકારી આરોગ્ય યોજના PMJAY-મા અંતર્ગત ગેરરીતિ આચરનાર 4 ખાનગી હોસ્પિટલ સામે આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. પંચમહાલની દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ અને ભરુચની કાશીમા હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે, જ્યારે કાલોલની મા ચિલ્ડ્રન એન્ડ જનરલ હોસ્પિટલ અને દાહોદની મા ચિલ્ડ્રન એન્ડ નીઓનેટલ કેરને કારણદર્શક નોટિસ પાઠવાઈ છે.
આ કાર્યવાહી આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે “માનવતા વિરુદ્ધ બેદરકારી કે ગેરરીતિ સહન કરવામાં નહીં આવે, અને આવનારા સમયમાં પણ આવા કેસ સામે કડક પગલાં લેવામાં આવશે.”

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें