ગુજરાતના લોકસાહિત્ય અને લોકકલાના દિગ્ગજ સંશોધક પદ્મશ્રી જોરાવરસિંહ દાનુભાઈ જાદવનું ૮૫ વર્ષની વયે અવસાન થયું છે. તેમણે પોતાના જીવનકાળમાં ૯૦થી વધુ પુસ્તકો લખી ગુજરાતની લોકસંસ્કૃતિને વૈશ્વિક ઓળખ અપાવી હતી.
ધંધુકાના આકરુ ગામના રહેવાસી જાદવએ લોકગીત, લોકનૃત્ય, લોકવાદ્ય અને લોકવેશભૂષા પર અનન્ય સંશોધન કર્યું હતું. તેમના યોગદાનને માન આપી ભારત સરકારે તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તેમના સ્થાપિત લોકકલા સંગ્રહાલય **‘વિરાસત’**ને ગુજરાતની સંસ્કૃતિના ગૌરવનું જીવતું પ્રતીક ગણાવ્યું હતું.

