બાબરાના ફૂલઝર અથડામણના સુરતમાં પડઘા — પાટીદાર નેતાઓની એન્ટ્રી, ખોટી કલમો હટાવવા તંત્રને અલ્ટીમેટમ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ફૂલઝર ગામમાં થયેલી જુથ અથડામણ બાદ હવે તેના રાજકીય પડઘા સુરત સુધી પહોંચી ગયા છે. એક યુવકના મૃત્યુ બાદ બંને પક્ષે 36થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. હવે પાટીદાર સમાજના નેતાઓ — વિજય માંગુકિયા, અલ્પેશ કથીરીયા સહિતે ખોટી કલમો દૂર કરવાની માંગ સાથે તંત્રને અલ્ટીમેટમ આપ્યો છે. ફૂલેકામાં ઘોડી અને ટ્રેક્ટર વચ્ચેના વિવાદને કારણે થયેલી અથડામણમાં લોખંડની પાઇપ, ધારીયા અને તલવારો વડે હુમલા થતાં અનેક લોકો ઘાયલ થયા હતા. બંને પક્ષોની ફરિયાદ બાદ મામલો વધુ ઉગ્ર બન્યો છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें