ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં એક દુઃખદ ઘટનામાં ધીરજભાઇ રબારી પોતાના બે દીકરીઓ સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યા. પરિવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. સ્થાનિક પોલીસે કેનાલમાં તાત્કાલિક શોધખોળ કરી, જેમાં બે દીકરીઓના મૃતદેહ મળી આવ્યા છે. પિતાની શોધખોળ ચાલુ છે, અને પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.

