વડોદરાના સમા મામલતદાર કચેરી વિસ્તારનો ચાર રસ્તો હવે અકસ્માત માટેનો નવો બ્લેક સ્પોટ બની ગયો છે. છેલ્લા ત્રણ દિવસમાં અહીં એક પછી એક ત્રણ અકસ્માત થતાં લોકોમાં ચર્ચા ગરમાઈ છે. અકસ્માતોના વિડીયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા છે. સદ્નસીબે ત્રણેય બનાવોમાં કોઈ મોટી જાનહાનિ નથી થઈ. પોલીસ મુજબ ત્રણ બનાવોમાંથી માત્ર એક બનાવની ફરિયાદ નોંધાઈ છે, જેમાં બાઈક સવાર નીતિન રાઠોડે અન્ય વાહન ચાલક સામે ટક્કર મારી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ કરી છે. શહેરમાં અગાઉથી જ ડભોઇ રોડ, અટલબિજ, અકોટા બ્રિજ અને પંડ્યા બ્રિજને બ્લેક સ્પોટ જાહેર કરી પગલા લેવાયા છે, હવે આ ચાર રસ્તા પર પણ ટ્રાફિક સુરક્ષાના પગલાઓની માંગ વધી રહી છે.
વડોદરાના સમા મામલતદાર કચેરી ચાર રસ્તા નોવો બ્લેક સ્પોટ: માત્ર ત્રણ દિવસમાં સતત ત્રણ અકસ્માત
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
