રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 23મી ભારત–રશિયા વાર્ષિક સમિટ માટે આજે નવી દિલ્હી પહોંચી રહ્યા છે. યુક્રેન યુદ્ધ દરમિયાન બાળકોને ગેરકાયદે સ્થળાંતર કરાવવાના ગંભીર આરોપોને કારણે ICCએ 2023માં તેમના વિરુદ્ધ ધરપકડ વોરંટ કાઢ્યો હતો, છતાં પણ ભારતમાં પુતિનની ધરપકડ થવાની કોઈ શક્યતા નથી. કારણ કે ભારત ICCની ‘રોમ સ્ટેચ્યુટ’ સંધિનો ભાગ નથી અને એનાં આદેશોનું પાલન કરવાની ભારત પર કોઈ કાનૂની ફરજ નથી. વ્યૂહાત્મક ભાગીદારી, રક્ષા સહકાર અને ઊર્જા સંબંધોને ધ્યાનમાં રાખીને ભારત આ મુલાકાતને અત્યંત મહત્વપૂર્ણ માને છે.
યુદ્ધ અપરાધના આરોપ વચ્ચે પણ પુતિનની ભારત મુલાકાત: ICC વોરંટ છતાં ધરપકડનો કોઈ ખતરો નહીં
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
