‘તમારા નામે સુપ્રીમ કોર્ટનું વોરંટ નીકળ્યું છે’—આદિપુરના વૃદ્ધને વીડિયો કોલથી ડિજિટલી અરેસ્ટ કરી સાયબર ઠગોએ રૂ. 4.30 લાખ લૂંટ્યા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

દેશભરમાં વધતા ‘ડિજિટલ એરેસ્ટ’ ફ્રોડ અંગે અનેક જાગૃતિ અભિયાન છતાં લોકો સતત સાયબર ક્રિમિનલોનો ભોગ બની રહ્યા છે. તાજેતરમાં આદિપુરમાં રહેનારા નિવૃત્ત વૃદ્ધને વોટ્સએપ વીડિયો કોલ દ્વારા ડરावी-ધમકાવીને સુપ્રીમ કોર્ટનું ખોટું વોરંટ બતાવી સાયબર ઠગોએ તેમને ડિજિટલ રીતે અરેસ્ટ રાખ્યા અને કુલ ₹4,30,000 પડાવી લીધા.

આદિપુરના દુર્ગાશંકર ટોપનદાસ શર્માએ નોંધાવેલી ફરિયાદ મુજબ, 17 નવેમ્બરે અજાણ્યા નંબર પરથી આવેલા વીડિયો કોલમાં સવારે એક પુરુષે પોતાને મુંબઈ IPC પોલીસના અધિકારી તરીકે ઓળખાવ્યો અને તેમના નામે સુપ્રીમ કોર્ટનું વોરંટ જારી થયું છે તેમ કહી ભય પેદા કર્યો. પછી બીજી વીડિયો કોલમાં એક મહિલાએ જાતે સ્ટેટ ઇન્વેસ્ટિગેશન વિભાગની અધિકારી હોવાનો દાવો કરી વિવિધ બનાવટી સહી-મુદરાવાળા સરકારી દસ્તાવેજો મોકલીને વૃદ્ધને વિશ્વાસમાં લીધા.

વૃદ્ધે પોતે નિર્દોષ હોવા છતાં, મહિલાએ “વોરંટ ઠેલાવવા સુરક્ષા રકમ ભરવી પડશે” એમ કહી કુલ 50% રકમ એટલે કે રૂ. 7.5 લાખમાંથી ઓછામાં ઓછા રૂ. 4.30 લાખ તરત જ જમા કરાવવા દબાણ કર્યું. વૃદ્ધ મરણમૂડીના પૈસા પોસ્ટ ઓફિસ ખાતામાંથી ઉપાડી આપેલા બેંક એકાઉન્ટમાં જમા કરી દીધા.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें