અમેરિકાની નવી રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિ (NSS)માં ભારતમાં હિંદ-પ્રશાંત સુરક્ષા માળખામાં મહત્વપૂર્ણ ભાગીદાર તરીકે દર્શાવવામાં આવ્યું છે. ચીનના લશ્કરી વિસ્તરણ અને આર્થિક પ્રભુત્વને રોકવા માટે ભારત-અમેરિકા વ્યૂહાત્મક સહયોગ પર ભાર મૂકાયો છે.
દસ્તાવેજમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ભારત સાથે વેપાર, ટેકનિક અને ઉદ્યોગલક્ષી સંબંધોને મજબૂત કરવા જરૂરી છે, જેથી ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સ્થિરતા અને પ્રાદેશિક સંતુલન જળવાઈ શકે. ક્વાડ ભાગીદારોમાં ભારતની સામૂહિક પ્રતિરોધક ક્ષમતા મહત્વપૂર્ણ ગણાવવામાં આવી છે.
આ નવી રણનીતિમાં રશિયાને મુખ્ય દુશ્મન તરીકેની યાદીમાંથી દૂર કરવામાં આવ્યું છે, જે વૈશ્વિક સુરક્ષા દિશામાં અમેરિકાની વ્યૂહરચનામાં મોટા ફેરફારનું સંકેત છે.
