ભાવનગર ત્રિપલ મર્ડર કેસમાં નાટ્યકિય વળાંક: ACF શૈલેષ ખાંભલા નાર્કો ટેસ્ટથી ઇન્કાર, કોર્ટમાં રડી પડતા એન્કાઉન્ટરનો ડર વ્યક્ત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભાવનગરના ચચોડા મચાવનાર ત્રિપલ મર્ડર કેસમાં આજે કોર્ટમાં નાટ્યકિય પરિસ્થિતિ સર્જાઈ હતી. પત્ની અને બે સંતાનોની હત્યાના આરોપી ACF શૈલેષ ખાંભલાએ પોલીસ દ્વારા માંગવામાં આવેલા નાર્કો ટેસ્ટને કોર્ટ સમક્ષ સ્પષ્ટપણે નકારી દીધો. રજૂઆત દરમિયાન તે કોર્ટરૂમમાં ભાવુક બની રડી પડ્યો અને પોલીસ દ્વારાં તેના “એન્કાઉન્ટર” થવાની ભીતિ વ્યક્ત કરી.

શૈલેષએ જજ સમક્ષ જણાવ્યું કે તેનો જીવ જોખમમાં છે અને તે કોઈપણ પરિસ્થિતિમાં નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર નથી. કાયદા મુજબ આરોપીની સંમતિ વિના નાર્કો પરીક્ષણ કરી શકાતું ન હોવાથી કોર્ટએ તેને નાર્કો ટેસ્ટ વગર જ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો.

ત્રણ મૃતદેહ મળ્યા પછી ઉકેલાયેલા આ ભયાનક કુટુંબ હત્યા કાંડમાં હવે પોલીસ તપાસ કઈ નવી દિશામાં આગળ વધશે તે અંગે રાજ્યભરમાં ચર્ચા ચાલી રહી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें