‘ધુરંધર’ ફિલ્મ પર બલોચ સમાજનો રોષ: જૂનાગઢમાં વિરોધ ઉછળ્યો, અપમાનજનક ડાયલોગ હટાવવાની માંગ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

દેશભરમાં ધૂમ મચાવતી ફિલ્મ ‘ધુરંધર’ હવે ગુજરાતમાં વિવાદના વાવાઝોડામાં આવી છે. જૂનાગઢના બલોચ મકરાણી સમાજે ફિલ્મમાં બોલાયેલા એક ડાયલોગને અપમાનજનક ગણાવતા અભિનેતા, ડિરેક્ટર અને ડાયલોગ રાઇટર વિરુદ્ધ પોલીસમાં અરજી કરી છે. સમાજનું કહેવું છે કે ફિલ્મમાં બલોચ પ્રજાને ખોટી રીતે દર્શાવવામાં આવી છે, તેમની સંસ્કૃતિ અને વફાદારી પર સવાલ ઉઠાવતાં સંવાદોથી સામાજિક લાગણી દુભાઈ છે.

બલોચ સમાજે ફિલ્મમાંથી વિવાદિત ડાયલોગ દૂર કરવા, ફિલ્મ પર પ્રતિબંધ મુકવા અને જરૂર પડે તો મામલો હાઈકોર્ટ સુધી લઈ જવાની ચીમકી ઉચ્ચારી છે. આવતીકાલે જિલ્લાકક્ષાએ આવેદનપત્ર પાઠવવામાં આવશે. જૂનાગઢ સહિત રાજ્યભરમાં 8 લાખથી વધુ બલોચ વસ્તી વચ્ચે આ મુદ્દો ઝડપી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें