અમદાવાદમાં ફૂડ–એન્ડ–ડ્રગ વિભાગના દરોડા: પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપ વેચતાં 8 મેડિકલ સ્ટોર્સને નોટિસ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમદાવાદમાં ફૂડ અને ડ્રગ વિભાગે અચાનક ચેકિંગ ચલાવી પ્રિસ્ક્રિપ્શન વિના કફ સિરપ વેચાણના મામલે 8 મેડિકલ સ્ટોર્સ પર દરોડા પાડ્યા હતા. ઘાટલોડીયા, સેટેલાઇટ, વેજલપુર અને પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા જાણીતા ફાર્મસી સ્ટોર્સમાં સરકારની ગાઇડલાઇનનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવ્યું છે.

તપાસમાં જાણવા મળ્યું કે કુલ 8માંથી 5 સ્ટોરમાં રજીસ્ટર્ડ ફાર્માસિસ્ટ હાજર જ નહોતો, છતાં કફ સિરપનું વેચાણ થઇ રહ્યું હતું. બાકીના સ્ટોર્સમાં પણ ગેરરીતિઓ મળી આવતાં તમામને કારણદર્શક નોટિસ પાઠવી તાત્કાલિક સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું છે. જવાબ મળ્યા બાદ તંત્ર કડક કાર્યવાહી કરશે.

નવેમ્બર 2025માં કેન્દ્ર સરકારે દેશભરમાં પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે, જેનો ભંગ કરવા પર ઔષધ અને સૌંદર્ય પ્રસાધન અધિનિયમ–1940 હેઠળ કાર્યવાહી થાય છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें