ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ પંકજ જોષી GERCના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગુજરાતમાં વહીવટી સ્તરે મહત્વપૂર્ણ બદલાવ સામે આવ્યો છે. રાજ્યના નિવૃત્ત વરિષ્ઠ IAS અધિકારી અને પૂર્વ મુખ્ય સચિવ પંકજ જોષીની ગુજરાત વીજ નિયમન પંચ (GERC)ના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર નોટિફિકેશન મુજબ તેઓ કાર્યભાર સંભાળતાની સાથે જ તેમની નિયુક્તિ અમલમાં આવશે.

GERC રાજ્યના વીજ ક્ષેત્ર માટે દરો નક્કી કરવાથી લઈને વીજ કંપનીઓની કામગીરી પર દેખરેખ રાખવા જેવી અગત્યની જવાબદારીઓ નિભાવે છે.

1989 બેચના IAS અધિકારી પંકજ જોષીએ ઊર્જા, મહેસૂલ, શહેરી વિકાસ અને શિક્ષણ સહિત અનેક મુખ્ય વિભાગોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેઓ ઓક્ટોબર 2025માં મુખ્ય સચિવ પદેથી નિવૃત્ત થયા હતા.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें