વડોદરા પૂર્વ વિસ્તારમાં કલાદર્શનથી ડીપીએસ સ્કૂલ તરફના માર્ગ પર પાલિકાનો ડમ્પર વધુ પ્રમાણમાં કચરો ભરેલો લઈ પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો. માર્ગ પર ચારે બાજુ કચરો ઉડીને પડતો જોઈ વોર્ડ નં. 15ના કોર્પોરેટર આશિષ જોશીએ ડમ્પરને અટકાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ ડમ્પર ચાલક બેફામ ઝડપે જતા કોર્પોરેટરના વાહનને પાછળથી જ ટક્કર મારી દીધી હતી.
ઘटना બાદ ચાલકે વારંવાર માફી માંગતા કોર્પોરેટરએ કોઈ કાનૂની કાર્યવાહી કર્યા વિના તેને છોડીને વાહન ધીમે ચલાવવા તથા ડમ્પરમાં કચરો ઓછો ભરવાની ચેતવણી આપી હતી. સ્થાનિકોમાં ફરી પ્રશ્ન ઉઠ્યો છે કે વધુ કચરો ભરાયેલા ડમ્પરો રસ્તા પર ગંદકી ફેલાવવાના મુખ્ય કારણ બની રહ્યા છે, જેને લઈ પાલિકાએ કડક પગલા લેવાની જરૂરિયાત છે.
