અમદાવાદના બાપુનગરમાં SOGનો દરોડો: ઘરેથી ગાંજો વેચતા ત્રણ ઝડપાયા, માસ્ટરમાઇન્ડ અब्दુલકાદિર ફરાર

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ બાપુનગરના શાંતિનગર વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાન પર દરોડો પાડી ગાંજાના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે. ટીમે 7 કિલો ગાંજો, રૂ. 4.9 લાખ રોકડ, મોબાઇલ ફોન અને DVR સહિત કુલ રૂ. 8.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

દરોડા દરમિયાન બે મહિલાઓ સહિત ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમાં મુખ્ય આરોપી અબ્દુલકાદિર ઉર્ફે બાબુ જાવેદ ખાન પઠાણની પત્ની સોનીબાનુ પણ સામેલ છે. પોલીસે ઘરના અલગ-અલગ હિસ્સામાં ગાંજાથી ભરેલી થેલીઓ, મોટી માત્રામાં રોકડ અને ટેક્નિકલ સાધનો મળતા આ ઘરને નશાના ગેરકાયદેસર વેપારનું કેન્દ્ર ગણાવી રહ્યું છે.

SOGની તપાસમાં જાણવા મળ્યું કે અહીંથી છૂટક સ્તરે ગાંજાનું વેચાણ થતું હતું. મોબાઇલ ચેટ, CCTV ફૂટેજ અને રોકડ રકમ પરથી પણ ગેરકાયદેસર પ્રવૃત્તિની પુષ્ટિ થાય છે. હાલમાં મુખ્ય માસ્ટરમાઇન્ડ અબ્દુલકાદિર ફરાર છે, જેને શોધવા પોલીસના ચક્રો તેજ ગતિએ ફરી રહ્યા છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें