જામનગરમાં રાત્રીની ઠંડી વચ્ચે સ્કૂટર ચોરી: શંકર ટેકરી વિસ્તારમાં તસ્કર CCTVમાં કેદ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જામનગર શહેરમાં વધતી ઠંડી વચ્ચે તસ્કરોની હલચાલ પણ વધી રહી છે. શંકર ટેકરી વિસ્તારમાં રાત્રી સમયે એક તસ્કર નવા સ્કૂટરની ચોરી કરીને ફરાર થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. પાણીના ટાંકા નજીક રહેતા કરણ ચાવડાએ પોતાનું નવું સ્કૂટર ઘરની સામે પાર્ક કર્યું હતું, પરંતુ રાત્રે અજાણ્યો તસ્કર આવી તેને ચોરી લઈ ગયો.

સ્કૂટર ચોરીની સંપૂર્ણ ઘટના સામેના મકાનમાં લગાવેલા CCTV કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ છે. ફૂટેજ મળતા પીડિત કરણ ચાવડાએ તરત જ પોલીસને જાણ કરી છે. પોલીસ હવે CCTVના આધારે તસ્કરની ઓળખ કરવામાં અને તેને ઝડપવા તપાસમાં લાગી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें