રાજકોટની ઓફિસમાં હિંસક ઘટનાઃ યુવકે મહિલા ભાગીદારને વાળ પકડી ઢોરમાર માર્યો, CCTV ફૂટેજ વાયરલ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રાજકોટના શીતલ પાર્ક વિસ્તારમાં આવેલી ‘ધ સ્પાયર ટુ’ બિલ્ડિંગની એક ઓફિસમાં મહિલા ભાગીદાર પર થયેલી હિંસક ઘટનાએ હલચલ મચાવી છે. મહિલા ભાગીદારને તેના પુરુષ ભાગીદાર મૌલિક નાદપરાએ વાળ પકડીને બેફામ માર માર્યો હોવાનો CCTV ફૂટેજ સામે આવ્યો છે. ફૂટેજના આધારે પીડિત મહિલાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પીડિતા મુજબ, ધંધામાં યોગ્ય ધ્યાન આપવા બાબતે થયેલા વાદ-વિવાદ દરમિયાન મૌલિક ગુસ્સે ભરાયો અને અચાનક હુમલો કરી બેસ્યો. મહિલા સાથેની મારપીટ બાદ પોલીસએ મૌલિક નાદપરા સામે BNSની કલમ 115(2) અને 351(3) અંતર્ગત ગુનો દાખલ કર્યો છે.

પોલીસે આરોપીની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. CCTV ફૂટેજ સામે આવતાં આ બનાવે મહિલા સુરક્ષા અને કાર્યસ્થળે વધતી હિંસા અંગે ફરી ચર્ચા ઊભી કરી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें