ગુજરાત-યુપી સહિત 6 રાજ્યોમાં SIRની મુદત લંબાવાઈ — ચૂંટણી પંચની મોટી જાહેરાત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ચૂંટણી પંચે ગુજરાત, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને આંદામાન-નિકોબાર ટાપુઓમાં ચાલી રહેલી SIR પ્રક્રિયાની સમયમર્યાદા લંબાવી છે. ગુજરાતમાં હવે SIR ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 ડિસેમ્બરના બદલે 14 ડિસેમ્બર થશે, જ્યારે ડ્રાફ્ટ મતદાર યાદી 16 ડિસેમ્બર સામે હવે 19 ડિસેંબરે જાહેર થશે. વિવિધ રાજ્યોમાં જરૂરિયાત અનુસાર અલગ-અલગ નવી તારીખો જાહેર કરવામાં આવી છે.

ચૂંટણી પંચે દેશના છ રાજ્યોમાં ચાલી રહેલ SIR (Special Summary Revision) માટેની સમયમર્યાદા વધારવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મુખ્ય ચૂંટણી અધિકારીઓની વિનંતિને ધ્યાને લેતા ગુજરાત, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને આંદામાન-નિકોબાર ટાપુઓ માટે સુધારેલું શેડ્યૂલ જાહેર કરાયું છે. ગુજરાતમાં હવે SIR ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 ડિસેમ્બર અને ડ્રાફ્ટ ઈલેક્ટોરલ રોલ જાહેર થવાની તારીખ 19 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે, જે અગાઉ 11 અને 16 ડિસેમ્બર હતી. અન્ય રાજ્યોમાં પણ જરૂરી મુજબ નવી સમયસીમાઓ નક્કી કરવામાં આવી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें