દિલ્હીમાં શનિવારે સવારે ભારે ધુમ્મસ અને પ્રદૂષણ જોવા મળ્યું. રાજધાનીમાં હવાની ગુણવત્તા (AQI) સતત ખરાબ થઈ રહી છે અને શનિવારે તે ‘ગંભીર’ શ્રેણી સુધી પહોંચી ગઈ. અઠવાડિયાની શરૂઆતમાં AQIમાં થોડો સુધારો જોવા મળ્યો હતો, પરંતુ શનિવારે ફરીથી આંકડો બગડ્યો અને શહેરમાં વધુ પ્રદૂષણનો કહેર જોવા મળ્યો.
18 વિસ્તારોમાં AQI 400 ની ઉપર નોંધાયું, જેમાં વજીરપુર (443), જહાંગીરપુરી (439), વિવેકવિહાર (437), અશોક વિહાર (431), નહેરુનગર (421) અને ચાંદની ચોક (412) મુખ્ય છે.
સ્વાસની બીમારીઓ ધરાવતા લોકો, વૃદ્ધો અને બાળકો માટે આ સ્થિતિ અત્યંત જોખમભરી બની છે. ડૉક્ટર્સ ચેતવણી આપી રહ્યા છે કે ઝેરી હવામાં લાંબા સમય સુધી રહેવું ફેફસાં, હૃદય, સ્ટ્રોક, અસ્થમા અને બ્લડ પ્રેશર પર નકારાત્મક અસર કરી શકે છે.
ખરાબ હવામાનને કારણે દિલ્હીના IGI એરપોર્ટ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને વિઝિબિલિટી ઓછા થતા મુસાફરો માટે મુશ્કેલી ઉભી થઈ છે.
