ભરૂચ રેલવે સ્ટેશન પર જૂના જર્જરિત ફૂટ ઓવરબ્રિજને તોડી નાંખ્યા બાદ, મુસાફરોને સ્ટેશનના પૂર્વ–પશ્ચિમ માર્ગ પર અવરજવર માટે યોગ્ય વિકલ્પ ન મળવાને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ સ્ટેશન પર માત્ર એક રેમ્પ ઉપલબ્ધ છે, જે લાંબો અને વળાંકવાળો હોવાથી સામાન્ય મુસાફરો માટે પણ મુશ્કેલ છે, જ્યારે વૃદ્ધો અને દિવ્યાંગો માટે સ્થિતિ વધુ ગંભીર બની છે. અનેક મુસાફરો જીવ જોખમે રેલવે પાટા પસાર કરી પ્લેટફોર્મ બદલવા મજબૂર થઈ રહ્યા છે. નવો 12 મીટર પહોળો આધુનિક ફૂટ ઓવરબ્રિજ, લિફ્ટ અને એસ્કેલેટર સાથે, હજુ બાકી હોવાથી મુસાફરો માટે રાહ જોવાની સ્થિતિ ઉભી છે, જે પરિસ્થિતિ સુરક્ષાની ગંભીર ચિંતાનો વિષય બની છે.
ભરૂચ રેલવે સ્ટેશન પર ફૂટ ઓવરબ્રિજના અભાવે મુસાફરો મુશ્કેલીમાં, સુરક્ષાના પ્રશ્નો ઊભા થયા
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
