ભરુચ જિલ્લા પોલીસ વિભાગમાં વહીવટી સુધારા અને કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. લાંબા સમયથી એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કુલ 70 પોલીસકર્મીઓની આંતરિક બદલીના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં 5 વર્ષ કે તેથી વધુ સમયથી એક જ જગ્યાએ રહેલા 56 કર્મચારીઓનો સમાવેશ થાય છે, જ્યારે વહીવટી અનુકૂળતા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને અન્ય 14 કર્મચારીઓની પણ બદલી કરવામાં આવી છે. અગાઉ PI અને PSI સ્તરની બદલી બાદ હવે આ બીજા તબક્કાની કાર્યવાહીથી સમગ્ર પોલીસ તંત્રને નવી રીતે ગોઠવવાની પ્રક્રિયા શરૂ થઈ છે, જેના કારણે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભરુચ પોલીસમાં મોટાપાયે ફેરફાર: 5 વર્ષથી એક જ સ્થળે ફરજ બજાવતા 70 પોલીસકર્મીઓની આંતરિક બદલી
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
