શેર માર્કેટનો યુવાન 5 કરોડની લોન માટે છેતરાયો, 9.93 લાખ રૂપિયા પડાવી દીધા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના માલીવાડ ગામના રાહુલ જયવંતભાઈ વાનખેડે, જે શેર માર્કેટમાં ટ્રેડિંગનો વ્યવસાય કરે છે, એક છેતરપિંડીનો શિકાર બન્યા છે. ગઈ વર્ષે રોકાણમાં નુકસાન થતાં પૈસાની જરૂર પડતા તેમણે લોન લેવા માટે બેન્કની મુલાકાત લેતી વખતે મિત્ર રાકેશ દેસાઈ દ્વારા રાજેશભાઈ અભયસિંહ ચાવડા અને નયનાબેન મનહરસિંહ મહિડા સાથે સંપર્ક કરાવવામાં આવ્યો હતો.

2 જુલાઈ 2024ના રોજ રાહુલ રાજેશભાઈની ઓફિસે ગયા અને 5 કરોડની લોન માટે રજૂઆત કરી. તેમણે 4.23 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા, પરંતુ લોન ન મળતા તેમને શિવકુમાર રાજારામ રાઠોડ સાથે મુલાકાત કરાવી. આખરે 5 કરોડની લોન માટે 9.93 લાખ રૂપિયા રોકડામાં અને ઓનલાઇન આપ્યા છતાં લોન મળ્યા વગર રહી. પછી પણ વાયદા અને બહાનાઓ આપવામાં આવ્યા. ફેબ્રુઆરી 2025માં લોનની માંગ કરતાં રાજેશ ચાવડાએ ઝપાઝપી અને ધમકી આપી હતી.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें