વડોદરાના સેન્ટ્રલ બસ ડેપોમાં જાહેર શૌચાલયમાં યુરિન કરવા માટે પણ મુસાફરો પાસેથી રૂ.5થી રૂ.10 વસૂલવામાં આવતા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શૌચાલય કર્મચારી દ્વારા રૂપિયા માગવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં મુસાફરોમાં ભારે રોષ ફેલાયો છે. નિયમ મુજબ યુરિનલ સેવા નિઃશુલ્ક હોવા છતાં ઉઘરાણી થતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. રોજિંદા હજારો મુસાફરોની અવરજવર ધરાવતા બસ સ્ટેન્ડ પર આ ગેરરીતિ સામે જાગૃત નાગરિકોએ તાત્કાલિક તપાસ અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સ્વચ્છ ભારતને ઝાટકો: વડોદરા સેન્ટ્રલ બસ ડેપોમાં યુરિન માટે પણ રૂ.10 વસૂલાતા મુસાફરો ભડક્યા
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
