બ્રિસ્બેન: (16 ઓક્ટોબર) ચાર વખત ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા અરિઆર્ન ટિટમસ, જેમને પ્રેમથી ‘અર્ની’ તરીકે ઓળખવામાં આવે છે, એ અચાનક જ પોતાની પ્રતિષ્ઠિત સ્વિમિંગ કરિયર સમાપ્ત કરવાની જાહેરાત કરી દીધી, જે તેમના ચાહકો માટે આશ્ચર્યજનક રહ્યુ.
પેરિસ ગેમ્સ પછી વિરામ લઈને લોસ એન્જેલ્સ ઓલિમ્પિક માટે તૈયાર થવાની આશા હતી, પરંતુ 25 વર્ષની ઉંમરે તેણે ઈન્સ્ટાગ્રામ પર નિવૃત્તિ અંગેનું વિડીયો પોસ્ટ કરીને ખેલજીવનનો અંત કરાવ્યો.
આ નિર્ણય સ્પોર્ટ્સ જગતમાં મોટા આશ્ચર્ય અને ચર્ચાનું વિષય બની ગયો છે.
