ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું જતાં રહી ગયાં હોવા છતાં, દિવાળીના દિવસોમાં અરબ સાગરમાં સર્જાયેલી નવી હવામાની સિસ્ટમના પગલે રાજ્યમાં આગામી 6 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડશે, તેવી આગાહી હવામાન વિભાગે (IMD) કરી છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘમહેર જોવાની શક્યતા છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર ન દેખાય, પરંતુ લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો થઈ શકે છે.
દિવાળીમાં વરસાદની શક્યતાને લઈ ખેડૂતવર્ગ અને પ્રવાસીઓને ખાસ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.
