વડોદરાના સાવલીમાં સ્વામિનારાયણ મંદિર બનાવવાના બહાને અમદાવાદના બિલ્ડર પાસેથી રૂપિયા પડાવી મોટી છેતરપિંડી આચરાઇ છે. આણંદના ચિખોદરા ગામના ફાર્મહાઉસ ખાતે મળેલા ડીપી સ્વામી અને વીપી સ્વામી સહિત કુલ 8 શખ્સોએ 339 વીઘા જમીન ખરીદવાનું નાટક રચી બિલ્ડરથી રૂ. 4.50 કરોડ વસૂલ્યા હતા.
જમીન વેચાણ, ઊંચા ભાવમાં મંદિર અને ગૌશાળા બનાવવાની લાલચ આપી નફામાં ભાગીદાર બનાવવાના વચનો કરાયા હતા. પૈસા લીધા પછી પણ જમીન ખરીદવામાં કંઈ જ કામગીરી થઇ નહી.
બિલ્ડરે તપાસ કરતાં માલૂમ પડ્યું કે આરોપી ડીપી સ્વામી સામે અગાઉ પણ છેતરપિંડીના કેસો નોંધાયેલા છે અને જમીનના ચુકવેલા ચેક પણ બાઉન્સ થયેલા છે.
હવે આણંદ ગ્રામ્ય પોલીસ મથકે આ મામલે ગુનો દાખલ કરી દેવાયો છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
