બિહાર વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી જાહેર થતાં જ રાજકારણ ગરમાયું છે. ગોપાલગંજ સદર બેઠકની ભાજપ ધારાસભ્ય કુસુમ દેવીનું ટિકિટ કપાતાં તેઓ ભાવુક થઈ રડી પડી. 20 વર્ષથી પાર્ટીની નિષ્ઠાપૂર્વક સેવા છતાં ટિકિટ ન મળતા તેમણે પ્રશ્ન કર્યો, ‘મારું શું વાંક હતું?‘
પાર્ટીએ તેમની જગ્યાએ જિલ્લા પરિષદ અધ્યક્ષ સુભાષ સિંહને ટિકિટ આપી છે. કુસુમદેવીના પુત્ર અનિકેત સિંહે BJP પર પૈસાની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, “પાર્ટી બધું સશક્તિકરણની વાત કરે છે, પણ મહિલા નેતાઓ સાથે અન્યાય કરે છે.”
સમર્થકોમાં પણ આ નિર્ણય સામે ગુસ્સો જોવા મળ્યો અને નેતાઓ વિરુદ્ધ નારા લગાવાયા.
