કચ્છમાં વહેલી સવાર અને મોડી સાંજના તાપમાનમાં 15 ડિગ્રી સુધીનો ફરક જોવા મળી રહ્યો છે. દિવસમાં ગરમી રહેતી હોય તો રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે. નલિયા અને ભુજમાં લઘુતમ તાપમાન નોંધપાત્ર રીતે ઘટ્યું છે. આવું તાપમાન બદલાવ આરોગ્ય પર અસરકારક બની શકે છે. દિવાળીના તહેવાર નજીક છે ત્યારે તબીબો શરદી, ખાંસી અને વાયરસથી સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે.
